ભેટ ધરનાર ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજીને
ભાવપૂર્વક અર્પણ...
સુસ્વાગત !
ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો મહત્ત્વનો અને ફળદાયી કોશ છે. છવ્વીસ વર્ષની અખંડ સાધના કરીને ગોંડલના દીર્ધદૃષ્ટા મહારાજ શ્રી ભગવતસિંહજીએ વિશ્વને આ કોશની અમૂલ્ય ભેટ આપી. આ જ્ઞાનકોશ ગુજરાતી ભાષાનો એક સાંસ્કૃતિક સીમાસ્તંભ છે.
રતિલાલ ચંદરયાની ગુજરાતીલૅક્સિકોન ટીમ દ્વારા ભગવદ્ગોમંડલને આધુનિક ટૅક્નોલૉજીના માધ્યમ દ્વારા ડિજિટલ અવતારમાં રજૂ કરવામાં આવેલ છે. તેનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષાપ્રેમીઓ અને વિદ્વાનો સુધી તેનો અલભ્ય સ્રોત પૂરો પાડવાનો છે. આ એક દુર્લભ માહિતીઓનો ખજાનો છે અને દરેક ગુજરાતી તેના માટે ગર્વની લાગણી અનુભવે છે. તે માણો!

મુખ્ય લાક્ષણિકતાઓ

ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક સીમાસ્તંભ

જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો

૨.૮૧ લાખ શબ્દો, ૮.૨૨ લાખ અર્થો, ૨૬ વર્ષનો અથાગ પરિશ્રમ, ૯૨૦૦ પૃષ્ઠો - આ બધું ફકત એક જ ક્લિકે

દરેક વ્યક્તિ માટે અવિસ્મરણીય સ્રોત

મૂળરૂપમાં અને ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ

સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઉપલબ્ધ અને નિ:શુલ્ક