English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ભગવતસિંહજી મહારાજ વિશે


Bhagwatsinhji Maharaja

નામ : ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા

ઉપનામ : ગોંડલ બાપુ

જન્મ : ૨૪મીઑક્ટોબર ૧૮૬૫ (કારતક સુદ પાંચમ)

અવસાન : ૯મી માર્ચ ૧૯૪૪.

કુટુંબ :
  માતા – મોંઘીબા

  પિતા – સંગ્રામસિંહ

  લગ્ન – ૧૮૮૨ (ચાર રાણીઓ સાથે)

  પટરાણી - નંદકુંવરબા (પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને ‘ક્રાઉન ઑફ ઇન્ડિયા’ નો ખિતાબ આપેલો હતો.)

  સંતાનો - ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા, લીલાબા, તારાબા.

અભ્યાસ :

  નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કૉલેજમાં;

  ૧૮૮૭ - સ્કોટલૅન્ડની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડૉકટરી અભ્યાસ)

  ૧૮૯૦ – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.

  ૧૮૯૫ – એડિનબરો રોયલ કૉલેજમાંથી એફ.આર.સી.પી. અને એમ.ડી -આયુર્વેદના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે

અન્ય પદવીઓ:   જી.સી.એસ.આઇ., જી.સી.આઇ.આઇ., એફ.આર.એસ., ડી.સી.એલ., એમ.આર.આઇ., એફ.સી.પી એન્ડ એસ., ફેલો ઑવ બોમ્બે યુનિવર્સિટી

વ્યવસાય : રાજકર્તા

મુખ્ય કૃતિઓ : ભગવદ્ગોમંડલ - નવ ભાગ - ગુજરાતી વિશ્વકોશ

જીવન ઝરમર :

  ૧૮૮૪- ૨૫ ઑગસ્ટ રાજ્યાભિષેક

  ૧૯૩૦-૩૩ – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો - પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં વીજળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી, ગોંડલમાં તે જમાનામાં અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અંડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનિંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં.

  શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી

  વૃક્ષપ્રેમ - ગોંડલ રાજ્યના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુઓ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતા.

  પુસ્તક પ્રકાશન – કોઈ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્ગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના ૯૮૭૦ જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.

ગોંડલ રાજ્યનું રાજચિહ્ન

Gondal Raj Chinha

સન્માન :

  ૧૮૯૭ - મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠિયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઈ.ઈ. નો ઇલકાબ

  ૧૯૩૪ - તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.

ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત :
ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ,
                            -નંદનવન અણમોલ
વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય,
ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય.
સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ,
નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ.
કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ,
કુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ.
રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય,
પશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય

ઋણ સ્વીકાર : સુરેશ જાની