English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
હિંદુસ્તાની પ્રચાર સભા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. હિંદુસ્તાની ભાષાના પ્રચાર માટેનું મંડળ આ સભાની સ્થાપના ૧૯૪૨ના મે માસમાં કરવામાં આવી હતી. વર્ધામાં કાકાવાડી તેની મુખ્ય કચેરી છે. નાગરી અને ઉર્દૂ લિપિમાં હિંદુસ્તાની ભાષાનો પ્રચાર એ આ સંસ્થાનું ધ્યેય છે. તેનાં મુખ્યકામ:- (૧) ભારતનાં કેંદ્રોમાં પરીક્ષાની વ્યવસ્થા, (૨) હિંદુસ્તાનીના અભ્યાસ માટે વિદ્યાલય ચલાવવું આ સંસ્થામાં શિક્ષણની ફી નથી. (૩) પાઠ્યપુસ્તક અને હિંદુસ્તાની સાહિત્યનાં પુસ્તકો માટે મુદ્રણાલય ચલાવવું.