English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
મદદ

સુસ્વાગત! ભગવદ્ગોમંડલને કેવી રીતે વાપરી શકાય કે તેનો ઉપયોગ થઈ શકે તે વિશેની વિસ્તૃત માહિતી આપને અહીંથી પ્રાપ્ત થશે. ત્વરિત માહિતી મેળવવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો નામક વિભાગને ચકાસો.


સર્વ સામાન્ય નિરીક્ષણ

સર્વ સામાન્ય નિરીક્ષણ

સૂચન

તમે ફોનેટિક કીબૉર્ડની મદદથી ગુજરાતીમાં સીધે સીધું ટાઇપ કરી શકો છો.

નીચે જણાવેલ તકતી તમને ભગવદ્ગોમંડલનું મુખપૃષ્ઠ કેવું છે અને ત્યાંથી કેવી રીતે ક્યાં જવું તેની માહિતી આપશે.

Overview


શોધની કામગીરી

સૂચન

તમે ભગવદ્ગોમંડલના મૃખપૃષ્ઠ પરથી તેના માણવાલાયક શબ્દો તેમજ સૌથી વધુ વખત શોધાયેલા શબ્દો જાણી શકો છો.

શોધ તકતી

શોધ તકતી ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે:
૧. લખાણપટ્ટી જેમાં તમે શબ્દ લખશો
૨. શોધ વિકલ્પો અને
૩. શોધ બટન
તેની વધુ માહિતી નીચે મુજબ છે.

Tasks screen

શોધ માટેના વિવિધ વિકલ્પો

શોધ વિકલ્પમાં ચાર વિકલ્પો આવેલા છે. - જેવું પરિણામ મેળવવા માંગો તેવો વિકલ્પ પસંદ કરો.

Search Options

૧. શબ્દ શોધ :

આ વિકલ્પ તમે આપેલા પ્રશ્ન માટે ભગવદ્ગોમંડલમાં તપાસ કરશે. દા.ત. જો તમે "આ" શોધવા માટે આપશો તો તમે "આ"થી શરૂ થતા બધા શબ્દો મેળવશો.

૨. શબ્દસમૂહનો કોઈ ભાગ :

આ વિકલ્પ તમે પૂછેલા એવા કોઈપણ પ્રશ્ન માટે ભગવદ્ગોમંડલમાં શોધશે. દા.ત. જો તમે "આકાશ પાતાળ" પૂછશો, તો તમને "આકાશ" અને "પાતાળ" બન્ને શબ્દો માટેના જવાબ મળશે.

૩. ચોક્કસ શબ્દસમૂહ માટે :

આ વિકલ્પ તમે પૂછેલા ચોક્કસ પ્રશ્ન માટે તપાસ કરશે. આ વિકલ્પ પસંદ કરતી વખતે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે લખાયેલો શબ્દ સાચો હોવો જરૂરી છે.

૪. સમાન પ્રાસવાળા શબ્દો :

શું સમાન પ્રાસથી અંત પામતા હોય તેવા શબ્દો શોધવા માંગો છો? અથવા અંતે 'પાશ', 'વાન' વગેરે જેવા શબ્દો આવતા હોય તેવા શબ્દો શોધવા માંગો છો? આ હાથવગો વિકલ્પ તેમ કરવામાં તમને મદદ કરશે.

૫. વાઇલ્ડકાર્ડ શોધ:

હવે, તમે વાઇલ્ડકાર્ડ ચિહ્નો જેવાં કે "*, ?" ની મદદથી શબ્દની શોધ કરી શકો છો. કોઈપણ શબ્દના અંતે આ તારકચિહ્ન (*) મૂકતાં તે શબ્દથી બનતાં શબ્દોની સૂચિ મળશે. જ્યારે કોઈપણ પ્રથમ અને અંત્ય અક્ષરની વચ્ચે જેટલાં પ્રશ્નચિહ્ન (?) મુક્યા હશે તેટલા અક્ષરોથી બનતો શબ્દ મળશે.

ઉદાહરણ તરીકે : 'પરીક્ષા*' શોધતાં, 'પરીક્ષા' શબ્દથી શરૂ થતાં બધાંજ શબ્દો બતાવશે. જ્યારે 'પ??ક્ષા' શોધતા, 'પ' થી શરૂ થતાં અને 'ક્ષા' પર પૂર્ણ થતાં શબ્દો બતાવશે.

શબ્દસૂચિ

જ્યારે તમે કોઈ શબ્દ માટે ભગવદ્ગોમંડલમાં તપાસ કરશો ત્યારે તે તમને શબ્દોની સૂચિ દર્શાવશે. તે સૂચિમાંથી શબ્દ પસંદ કરો અને તે તમને તેની વિગતો બતાવશે.

Wordlist

જવાબમાં તમને અનેક વિભાગો જોવા મળશે. જેમકે ક્રમાંક, વ્યુત્પત્તિ, વ્યાકરણ અને અર્થ. અર્થમાં તમને 'વધુ માહિતી' નામનું બટન દેખાશે. આ બટન પર ક્લિક કરતા તે તમને તે ચોક્કસ શબ્દ માટેની વિગતે માહિતી આપશે

Editing a task


કીબોર્ડ સાથેની કામગીરી

ફોનેટિક કીબોર્ડ

સૂચન

જો તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ કીબોર્ડનો વપરાશ કરવા માંગતા હોવ તો 'ફોનેટિક કીબોર્ડ'ના ચેક બોક્સને બંધ કરવો.

Phonetic Keyboard Option

તમે એ જોયું હશે કે તમારું કીબોર્ડ અંગ્રેજી હોવા છતાં પણ તમે જ્યારે લખો છો ત્યારે ભગવદ્ગોમંડલમાં તે ગુજરાતીમાં લખાય છે. આ સાઇટ સર્ચ બોક્સનું એક મૂળભૂત લક્ષણ છે.

જે 'ફોનેટિક કીબોર્ડ' નામથી ઓળખાય છે.

તકતી પર ઉપલબ્ધ કીબોર્ડ

તકતી પર ઉપલબ્ધ કીબોર્ડ તમને સરળતાથી ગુજરાતીમાં ટાઇપ કરવા માટે ઉપયોગી છે. શબ્દ પર ક્લિક કરતાં એ આપોઆપ લખાણ વિસ્તારમાં લખાશે. કીબોર્ડ કેવી રીતે કામ કરે છે તે જોવા અહીં ક્લિક કરો.

Onscreen Keyboard


ભગવદ્ગોમંડલ વિશે વધુ માહિતી

ભગવદ્ગોમંડલ શું છે?

સૂચન

તમે વિકિપીડિયા પર ભગવદ્ગોમંડલ વિશેનો લેખ જોઈ શકો છો Bhagwadgomandal on Wikipedia too.

ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનું વિશાળ અને ખૂબજ મહત્ત્વનું કાર્ય છે. ગોંડલના દીર્ઘદૃષ્ટા શ્રી ભગવતસિંહજી મહારાજે ૨૬ વર્ષની અખંડ સાધના કરીને વિશ્વને ભગવદ્ગોમંડલ નામના મહાનકોશની ભેટ આપી. આજ દિન સુધી આ જ્ઞાનકોશ ગુજરાતી ભાષાનો એક સાંસ્કૃતિક સીમાસ્તંભ બની રહેલ છે.

ઇતિહાસ

ભગવદ્ગોમંડલના ભવ્ય ઇતિહાસની વધુ માહિતી અમારા ઇતિહાસ પૃષ્ઠ પર મળશે.

ગુજરાતીલૅક્સિકોન વિશે

રતિલાલ ચંદરયાના ગુજરાતી ભાષાના વ્યાપક ઓનલાઈન સ્રોત ગુજરાતીલૅક્સિકોનમાં આપનું સ્વાગત છે. ૨૫ લાખથી વધુ શબ્દોની મદદથી તૈયાર કરવામાં આવેલો આ સ્રોત ગુજરાતી ભાષાના ઇતિહાસમાં એક સીમાસ્તંભરૂપ છે. તેનો આશય ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજીના માધ્યમ દ્વારા ગુજરાતી ભાષાને સાચવવાનો, લોકો સુધી પહોંચવાનો અને વિકાસનો છે.

સંપર્ક

તમે અમારો વિવિધ રીતે સંપર્ક સાધી શકો છો ! અમારી સાઇટ કે અન્ય પ્રશ્નોનું સમાધાન મેળવવા અમને info@gujaratilexicon.com પર ઇમેલ કરો. અમારા સંપર્ક પૃષ્ઠ પરથી અમારો ફોન નંબર અને સરનામું મેળવી શકશો.