| ૧. |
[ સં. ] |
पुं. |
( પિંગળ ) સાત મગણ અને બે ગુરુ મળી ત્રેવીસ અક્ષરનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે વિકૃતિનો એક ભેદ છે.
|
| ૨. |
|
स्त्री. |
અગાઉ ભોગવેલા પદાર્થનું સ્મરણ.
|
| ૩. |
[ સં. ઇષ્ ( ઇચ્છવું ) ] |
स्त्री. |
અભિલાષા; આકાંક્ષા; વાંછના. કામ, અભિલાષ, રાગ, સંકલ્પ, કારુણ્ય, વૈરાગ્ય, ભાવ ઇચ્છાના ભેદ છે. વેદાંત અને સાંખ્યમાં ઇચ્છા મનનો ધર્મ ગણાય છે, પણ ન્યાય અને વૈશેષિકમાં તે આત્માનો ધર્મ અગર વ્યાપાર મનાય છે.
|
| ૪. |
|
स्त्री. |
( જૈન ) અંધારિયાની રાત્રિ.
|
| ૫. |
|
स्त्री. |
ઇચ્છા, અનિચ્છા અને પરેચ્છા એ ત્રણમાંનુ એક પ્રારબ્ધ કર્મ.
|
| ૬. |
|
स्त्री. |
ઉમેદ; આશા; મનોરથ; મુરાદ.
|
| ૭. |
|
स्त्री. |
( ગણિત ) કરેલ સિદ્ધાંત; કૃત્ય; ઉપપાદ્ય; `પ્રૉબ્લેમ`.
|
| ૮. |
|
स्त्री. |
કંઈ મેળવવા કે ભોગવવાની ભાવના; ચાહના; એષણા; જીજ્ઞાસા; મરજી; રુચિ; લાલસા. કોઈ વસ્તુ મેળવવાનો મનનો જુસ્સો હોય તેને ઇચ્છા કહે છે. કાંઈ પ્રાપ્ત કરવાનો તરંગ તેને મરજી કહે છે. તરંગ ક્ષણિક હોય. ઇચ્છામાં વિચાર અને વિવેકનો સમાવેશ થાય છે.
|
| ૯. |
|
स्त्री. |
કામના; વાસના.
|
| ૧૦. |
|
स्त्री. |
( ન્યાય ) ચોવીસમાંનો એક ગુણ. ચોવીસ ગુણ. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિણામ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ;ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ.
|
| ૧૧. |
|
स्त्री. |
( ગણિત ) ત્રિરાશિનાં પદ માંડવાની જૂની રીત પ્રમાણેનું ત્રીજું પદ; અત્યારની રીત પ્રમાણે ત્રિરાશિનું બીજું અને વ્યસ્ત ત્રિરાશિનું પદ; પ્રમાણ, ફલ અને ઇચ્છા એ ત્રણમાંનું ત્રીજું પદ.
|
| ૧૨. |
|
स्त्री. |
પખવાડિયાની પંદરમાંની અગિયારમી રાત્રિ.
|
| ૧૩. |
|
स्त्री. |
ભગ; નસીબ.
|
| ૧૪. |
|
स्त्री. |
માગ; માલની માગણી; `ડીમાંડ`.
|
| ૧૫. |
|
स्त्री. |
લોભ; ઉત્કંઠ; તૃષ્ણા; ભાવ.
|
| ૧૬. |
|
स्त्री. |
વિનતિ; અરજ.
|
|