ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વહાણ  
   

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
वि. જહાજ; બારકસ; નાવ; મોટી હોડી; મછવો; નૌકા; તરણિ; તરી; નૌ; દરિયામાં મુસાફરી કરવા માટેનું મોટું સાધન. તેની જુદી જુદી જાતો છે. જૂના વખતમાં ઈજીપ્તના લોકો મોટા વહાણ બાંધનારા હતા. તેઓનાં વહાણો હલેસાં અને સઢથી ચાલતાં તથા ભૂમધ્ય અને રાતા સમુદ્રમાં ફરતાં. ચીના અને હિંદુઓ બીજા દેશ સાથે વધેલા વેપાર માટે પણ વહાણ વાપરતા. ૧૬મા સૈકા પછી વહાણના આકારમાં ઘણો ફેર પડવા માંડ્યો. હીરો નામના રાજાને માટે આર્કિમીડીઝે જે વહાણ બનાવ્યું હતું તે હાલના બાદશાહી વહાણોને ટક્કર મારે તેવું હતું. ૫૦ લશ્કરી બારકસો બંધાય તેટલું લાકડું તેમાં વપરાયું હતું. અંદર દરબારી ખાણાને માટે મોટા ઓરડાઓ હતા. મીઠા પાણીની માછલીઓ નાખી મૂકવાને ટાંકીઓ હતી. તબેલાઓ, નહાવાના ઓરડાઓ, સૂવા બેસવાના પોતાને તેમ જ દરબારીઓ માટે વિશાળ ઓરડા હતા. વળી વીનસદેવને અર્પણ કરેલું દેવળ પણ હતું. ઈ. સ. ૧૮૦૨ સુધી ઈગ્લંડને સારૂ વહાણ ને લડાયક વહાણ હિંદુસ્તાનમાં બંધાતાં અને હિંદી વહાણ બાંધનાર પાસેથી ઈંગ્લંડ નકશા અને નમૂના ઉછીના લેતું. વહાણની ઘણી જાતો છે. જેમકે, (૧) મછવા (૨) પડાવ (૩) બતેલા (૪) ઢઉ અથવા બગલા (૫) દીંગી (૬) કોટીઓ (૭) ફતેમારી (૮) ગંજો (૯) નાવડી અથવા હોડી (૧૦) લોધીઆ. આ જાણીતી ૧૦ જાત ઉપરાંત બીજી ઘણી જાત થાય છે. જેમકે, (૧) વડસફર (૨) બેડી (૩) ઠોણા (૪) વેગડા (૫) સિલ્લા (૬) આવત્તા (૭) ખુરપા વગેરે.